સર્જક માર્કેટપ્લેસ
સર્જક માર્કેટપ્લેસ વ્યવસાયોને શૉધવામાં અને Snapchatની સર્જક કૉમ્યુનિટી સાથે ભાગીદારી કરવા માટે મદદ કરે છે.
એ કેવી રીતે કામ કરે છે
તમામ પ્રકારના આકારો અને કદના વ્યવસાયો બ્રાન્ડેડ કન્ટેન્ટ પહેલ, AR પાર્ટનરશિપ અને બીજી ઘણી બાબતો માટે સર્જકો સાથે વધુને વધુ કામ કરવા માંગે છે.
સર્જક માર્કેટપ્લેસ અમુક સુવિધા છે, જે બ્રાન્ડ અને સર્જકોને જોડાવા અને ભેગા મળીને કામ કરવા દે છે. સર્જકો તેઓની આવડત વાપરીને વ્યવસાયોને સ્ટોરી કહેવા અને તેઓના લક્ષ્યો મેળવવા મદદ કરી શકે છે.
વ્યવસાયો બજેટ, ભાષા અને ખાસિયતો જેવા ફિલ્ટરનો ઉપયોગ કરીને પાર્ટનર્સની શૉધ ચલાવતા હોય છે. સર્જકો પોતાના ભાવ રાખી શકે છે અને કયા પ્રોજેક્ટ લેવા એ નક્કી કરી શકે છે.
CH_70_Reap_Rewards_Creator_Marketplace.jpg
કેવી રીતે જોડાવું?
ટોચના લેન્સ સર્જકો સાથે વ્યવસાયોની ભાગીદારી સાથે જે શરૂ થયું, તે સમય જતાં વધુ પ્રકારના સર્જકોને સામેલ કરવાની સાથે વધશે. જો તમે માર્કેટપ્લેસ માટે પસંદ કરવામાં આવ્યો હો, તો Snap માંથી કોઈ તમારો સંપર્ક કરશે.
બધું જ સંતુલન પર નિર્ભર છે. Snap વધુ સર્જકો સુધી વધુ ખાતરી પામેલા સાથે પહોંચશે, ઉચ્ચ-ગુણવત્તાની બ્રાન્ડ માર્કેટપ્લેસમાં જોડાશે.
આમંત્રણ મેળવવા માટેની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે? એક જાહેર પ્રોફાઇલ બનાવો, નિયમિત રીતે ઓતપ્રોત કરતા કન્ટેન્ટનું સર્જન કરો, તમારા દર્શકોને વધારો અને એક Snap સ્ટાર બનો!
એક વાર માર્કેટપ્લેસમાં આમંત્રણ મેળવ્યા પછી, તમે એક પોર્ટફોલિયો બનાવશો. તમારી સૌથી શ્રેષ્ઠ સર્જનાત્મકતાનું પ્રદર્શન કરવા માટે તમારી પાસે લેન્સ અથવા વીડિયોને હાઇલાઇટ કરવાની તક હશે.
ટીપ્સ
  • દર્શકોના ઇન્સાઇટને (વસતિ વિષયક, પહોંચ, વગેરે) શેર કરવા માટેની સુવિધા ચાલુ કરો, જેથી બ્રાન્ડ તમારા અને તમારા ચાહકો વિશે વધુ શીખી શકે. જો તમારી પાસે દર્શકોના ઇન્સાઇટ હોય, તો બ્રાન્ડ તમારી સાથે ભાગીદારી કરવામાંની વધુ ઇચ્છા રાખશે, પરંતુ યાદ રાખો કે તમે શું શેર કરવું એની પસંદગી કરો.
  • સર્જક માર્કેટપ્લેસમાં ભાગદારી કરવાથી, વ્યવસાય તમારો સીધેસીધો સંપર્ક કરી શકશે, એટલે તમારું ઇમેઇલ એડ્રેસ વ્યાપક પ્રમાણમાં દર્શકો માટે ઉપલબ્ધ બનાવવા માટે તમને વાંધો હોવો ન જોઈએ.
  • તમારું ઇમેઇલ નિયમિત રીતે તપાસવાની કાળજી રાખો. ખ્યાલ રાખો, મેળવવા માટે આતુર બનો અને ઝડપથી જવાબ આપો!
  • લેન્સ અથવા વીડિયોને હાઇલાઇટ કરતી વખતે અગાઉની બ્રાંડનું પ્રદર્શન કરો.