વિશ્લેષણ ખૂલ્લું પાડો અને તમારા દર્શકોને પરોવી રાખો
વિશ્લેષણ સર્જનાત્મકતા પસંદગીઓ માટે માહિતી પૂરી પાજે છે, જેથી સારી રીતે સમજી શકાય કે કયું કન્ટેન્ટ તમારા ચાહકો પર ઊંડી અસર કરે છે.
નોંધ: આ સુવિધાઓ સમયાંતરે અને ઓટોમેટિક રીતે બહાર પાડવામાં આવે છે અને બધા સ્નેપચેટ્ટર માટે ઉપલબ્ધ નથી.
ઇન્સાઇટ અને પ્રવૃત્તિ
તમારા દર્શકો વિશે વધુ જાણવા માટે 'ઇન્સાઇટ' ટેબ પર જાઓ.
હાલની સ્ટોરી અને 28-દિવસનો સારાંશ
'તાજેતરનું'માં, દરેક સ્ટોરી ટાઇલ પહોંચને (અજોડ દર્શકો) અને એ સ્ટોરીમાં સ્નેપની સંખ્યાને દર્શાવે છે. જોવાયા, પહોંચ, સ્ક્રીનશૉટ, સ્વાઇપ-અપ્સ અને Snap દીઠ પ્રતિક્રિયા જોવા માટે સ્ટોરી ટાઇલ પર ટૅપ કરો. તમારો તાજેતરનો ટ્રેન્ડ જોવા માટે '28-દિવસનો સારાંશ' પર નજર કરો.
સ્ટોરી ઇન્સાઇટ
વધુ ઊંડે જવા 'વધુ જુઓ' પર ટૅપ કરો. ઇન્સાઇટમાં, તમારું 7 કે 28 દિવસથી વધુના એન્ગેજમેન્ટને ગ્રાફમાં જોવા માટે તમે કોઈ પણ આંકડા પર ટૅપ કરી શકો છો.
તમારા પાછલા બધા Snap 24 કલાકના સમયગાળાને આધારે ગ્રૂપમાં રાખવામાં આવે છે. તમે મેટ્રિક (પહોંચ, સ્ટોરી વ્યૂ, સ્ટોરી વ્યૂની ટકાવારી અને સરેરાશ વ્યૂ ટાઇમ) દ્વારા ફિલ્ટર કરી શકો છો.
દર્શકો
તમારી પાસે કેટલા સબ્સક્રાઇબર છે? તમને અહીં જેન્ડર બ્રેકડાઉન, ટોપ લોકેશન અને છેલ્લા 28 દિવસમાં તમારી સ્ટોરીના દર્શકોનો સૌથી વધુ રસ જોવા મળશે.
Snapchat લાઇફસ્ટાઇલ કેટેગરી સાથે તમારા દર્શકોના સહભાગી થવાની રૂચિ વિશે વધુ જાણવા માટે 'વધુ જુઓ'. ઉંમર, લિંગ, કેટેગરી અને લોકેશન દ્વારા માહિતીને સરખાવો.
પ્રવૃત્તિ
પ્રવૃત્તિની ટેબ તમને તમારી જાહેર પ્રોફાઇલ પર તમે સોંપેલી કોઈ પણ ભૂમિકાની પોસ્ટિંગ પ્રવૃત્તિને ટ્રેક કરવા દે છે.
તમારા દર્શકોને પરોવાયેલા રાખો
Snapchat સ્ટોરી રિપ્લાય અને ઉલ્લેખનો ઉપયોગ કરીને મોટા દર્શકો પહોંચવા માટે શક્ય બનાવે છે.
વાર્તાના પ્રત્યુત્તર
કસ્ટમ ફિલ્ટરીંગની સાથે અમે સર્જકોને મેસેજના પ્રકારો પર નિયંત્રણ આપીએ છીએ, જેથી વાતચીત સમ્માનજનક રહે અને મજા આવે.
સ્ટોરી રિપ્લાય જોવા માટે...
  1. તમારી જાહેર સ્ટોરી પર ટૅપ કરો
  2. ઇન્સાઇટ અને રિપ્લાય જોવા માટે સ્વાઇપ કરો
  3. આખો મેસેજ જોવા અને વળતો રિપ્લાય આપવા માટે રિપ્લાય પર ટૅપ કરો
  4. બીજા Snap જોવા માટે થમ્બનેલ પર આંગળી સરકાવો અથવા ટૅપ કરો. ફુલસ્ક્રીન મોડમાં Snap જોવા માટે નીચે તરફ સરકાવો 👇
ઉલ્લેખ
ઉલ્લેખથી જાહેર સ્ટોરી માટે સબ્સક્રાઇબરનો જવાબ શેર કરવો સહેલો બની જાય છે અને તમે જ્યારે તેઓનો ઉલ્લેખ કરો છો ત્યારે ચાહકો ઉત્સાહિત થઈ જાય છે. તમારા દર્શકોગણને સવાલ-જવાબ મોકલવા માટે કહો! તમે તેઓને આવા સવાલો પૂછી શકો, "તમે કયા પ્રકારનું કન્ટેન્ટ વધુ જોવા માંગો છો?"
 
જવાબમાં ઉલ્લેખ કરવા માટે...
  1. જવાબની ઉપર જમણી બાજુ પર આવેલા ઉલ્લેખ કરોના બટન પર ટૅપ કરો અને તમે જેને તમારી જાહેર સ્ટોરી પર શેર કરવા માંગો છો એને શેર કરો
  2. જવાબ કૅમેરા સ્ક્રીન પર એક સ્ટિકર તરીકે પલટાઈ જશે. તમારી પ્રતિક્રિયા અથવા જવાબને શેર કરવા માટે એક Snap લો.
  3. તમારી જાહેર સ્ટોરી પર ઉમેરવા માટે 'મોકલો' પર ટૅપ કરો.
 
પ્લેટફોર્મ બહારનું કન્ટેન્ટ શેર કરો
સ્નેપચેટ્ટર સ્પૉટલાઇટ Snap, Snap ઓરિજિનલ, અથવા શૉને શેર કરી શકતા લિંકનો ઉપયોગ કરીને પ્લેટફોર્મની બહાર સહેલાઈથી શેર કરી શકે છે.