Snapchat બેઝિક્સ
Snapchat શું છે?
Snapchat એક કૅમેરા ઍપ છે, જેને વાસ્તવિક મિત્રો માટે બનાવવામાં આવી છે. આ એક પ્લેટફોર્મ છે જેના પર તમે ઓગમેન્ટેડ રિયાલીટીથી પોતાને અભિવ્યક્ત કરી શકો છો, તમારા મિત્ર અને કુટુંબ સાથે મજા કરી શકો છો અને દુનિયા સાથે તમારી સર્જનાત્મકતા શેર કરી શકો છો.
  • Snapchat પાસે દરરોજના લગભગ 24 કરોડ એક્ટિવ યુઝર્સ છે. Snapchat 90 % 13-24 વર્ષના લોકો અને 75% ટકા 13-34 વર્ષના લોકો સુધી યુ.એસ., યુ.કે., ફ્રાન્સ, ઑસ્ટ્રિલિયા અને નેધરલેન્ડમાં પહોંચે છે.
  • સરેરાશ દરરોજના 20 કરોડ કરતાં વધુ સ્નેપચેટ્ટર ઓગમેન્ટેડ રિયાલીટીથી પરોવાયેલા રહે છે.
  • તમારા કન્ટેન્ટને ઉપસાવવા માટે તમારા વીડિયો અને પિક્ચરમાં AR લેન્સ, ફિલ્ટર અને બીજા સર્જનાત્મક સાધનોનો ઉપયોગ કરો.
  • અમારી વેબસાઇટ પ્રેરણા, ટિપ્સ અને ટ્રિક્સ અને Snapchat સર્જક તરીકે તમારું કેરીયર બનાવવા માટેના પ્રશ્નોના જવાબ આપે છે.
Body Image
અકાઉન્ટ બનાવવું
ડાઉનલોડ કરો અને Snapchat ઍપ ખોલો ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરીને સાઇન અપ કરો. સ્ક્રીન પર આવતા ઝડપી સૂચનોને અનુસરો અને તમારું કામ થઈ ગયું સમજો.
કામની ટીપ: વાપરનારનું નામ પસંદ કરો જે સ્નેપચેટ્ટર માટે તમને શૉધવા સહેલું બનાવે. તમારું નામ દાખલ કરતી વખતે, ખાતરી કરો કે તમે ઓળખી શકાય તેવું ડિસ્પ્લે નામ પસંદ કરો છો.
અકાઉન્ટની સુરક્ષા
આપણી Snapchat કૉમ્યુનિટીની સલામતીથી વિશેષ બીજું કંઈ મહત્ત્વનું નથી. આપણી સુવિધાઓ આપોઆપ રીતે અંગત હોય છે. કોને કઈ માહિતી શેર કરવી એ સ્નેપચેટ્ટર પસંદ કરી શકે છે.
બીજી વાર ખાતરી કરો જેવી સુવિધા વધુ સુરક્ષાના પગલા સામેલ કરીને પરવાનગી વગરના પ્રવેશને રોકી શકે છે. તમારી પ્રોફાઇલમાં 'સેટિંગ'માંથી બીજી વાર ખાતરી કરોની સુવિધા ચાલુ કરો.