Snapchat માં નવું શોધો
Snapchat તમારા દૈનિક જીવનમાંથી યાદગાર પળોને બીજાઓ સાથે શેર કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેઓ ખરેખર તમારા માટે મહત્ત્વના છે.
CH_010
5 ટેબ પર નેવિગેટ કરો
કૅમેરા. Snapchat કૅમેરાને હંમેશાં સીધેસીધા ખોલે છે, એ ફીડ તરીકે નહિ. તેથી તમે પળમાં તમારા દૃષ્ટિકોણ પ્રમાણે ફોટો પાડી શકો. કૅમેરાનો ઉપયોગ ફોટો પાડવા અને વીડિયો Snap માટે કરો, લેન્સ અને સર્જનાત્મક સાધનોને લાગુ પાડો અને તમારા જીગરી દોસ્તો અથવા Snapchat કૉમ્યુનિટી સાથે શેર કરો.
ચૅટ. મિત્ર અને ગ્રુપને Snap મોકલો અને તમારી Bitmoji અથવા કેમિયો દ્વારા મેસેજિંગને વધુ મજેદાર બનાવો. ખાતરી કરેલા સર્જકોનું પસંદ કરેલું ગ્રુપ સ્ટોરી રિપ્લાયની સુવિધા મેળવી શકે છે, જેમાં તમે તમારા ચાહકોને સીધેસીધા જવાબ મોકલી શકો છો.
નકશો. દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે હોટસ્પોટ પર ટૅપ કરીને સ્થાનિક કૉમ્યુનિટીના Snap જુઓ અથવા તમારા મિત્ર સાથે શું ચાલી રહ્યું છે. તમે તેઓના Bitmoji જોઈ શકશૉ, જો તેઓ પોતાનું લોકેશન શેર કરવાનું પસંદ કર્યું હોય.
સ્ટોરી. તમારા મિત્રો પાસેથી સ્ટોરીનો આનંદ માણો, સાથે સાથે શૉ અને Snap ઓરિજિનલ સહિત Snap સ્ટાર અને ડિસ્કવર પબ્લિશરનું કન્ટેન્ટની મજા માણો. તમારા ફેવરિટની જાળવણી કરો અને કંઈક નવું શોધો.
સ્પૉટલાઇટ. ઍપની ડાબી બાજુના ખૂણા પર સ્પૉટલાઇટના આઇકન પર ટૅપ કરો. આ એ જગ્યા છે જ્યાં અમે કૉમ્યુનિટી પાસેથી સૌથી મનોરંજક Snap ને હાઇલાઇટ કરીએ છીએ અને જ્યાં તમે નવા વિશાળ દર્શકોને પહોંચી શકો છો. જુઓ શું ટ્રેન્ડ કરી રહ્યું છે અને તમારું બેસ્ટ ઓરિજિનલ કન્ટેન્ટ શેર કરો.
તમારા મિત્ર ઉમેરો અને તમારા દર્શકોની વૃદ્ધિ કરો
તમે જેઓને પહેલેથી ઓળખો છો (મિત્ર, કુટુંબ અથવા ચાહકો) તેઓના સંપર્કમાં આવવાની ઘણી રીતો છે અને તમારા દર્શકો વધારવા માટે તમારી પ્રોફાઇલ શેર કરો.
Snap કોડ. તમારો અજોડ Snap કોડ જોવા માટે ઉપરની ડાબી બાજુ તમારી પ્રોફાઇલ પર ટૅપ કરો. તમે આ કોડ સમગ્ર સોશલ પ્લેટફોર્મ પર શેર કરી શકો છો, જેથી સહેલાઈથી Snapchat પર મિત્રો ઉમેરી શકો. તમે એમ Snap કોડ પર ટૅપ કરીને અથવા સ્ક્રીનની જમણી બાજુના ખૂણાં પર આવેલા શેર કરો આઇકન પર ટૅપ કરીને પણ કરી શકો છો.
વાપરનારનું નામ. તમારી સોશલ ચેનલના પરિચયમાં તમારું વાપરનારનું નામ ઉમેરવાની ખાતરી કરો.
સંપર્કો. તમે તમારી પ્રોફાઇલ પર જઈને અને 'મિત્રો ઉમેરો' પર ટૅપ કરીને, મોબાઇલ સંપર્કોમાંથી મિત્રો ઉમેરી શકો છો, પરંતુ પહેલા તમારે Snapchat ને તમારા સંપર્કોમાં પ્રવેશ મેળવવા માટેની પરવાનગી આપવી પડશે.
ભલામણ કરેલા મિત્રો. તમારા ભલામણ કરેલા મિત્રો 'તરત ઉમેરો' સ્ક્રીનની અંદર 'મિત્રો ઉમેરો' પર દેખાશે.