તમારું સાર્વજનિક પ્રોફાઇલ
18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ Snapchatters પાસે સાર્વજનિક પ્રોફાઇલ હોય છે, જેનો ઉપયોગ તેઓ તેમના શ્રેષ્ઠ Snaps ને સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવા માટે કરી શકે છે. Snapchat પર, એક જ એકાઉન્ટ તમને ફક્ત તમારા મિત્રો સાથે Snaps શેર કરવાની, તેમજ સાર્વજનિક હાજરી સ્થાપિત કરવા અને સર્જક બનવાની અનુમતિ આપે છે. સાર્વજનિક રૂપે સામગ્રી શેર કરવી અને તમારું સાર્વજનિક પ્રોફાઇલ બનાવવું એ વૈકલ્પિક છે.
સાર્વજનિક પ્રોફાઇલની વિશેષતાઓ
  • સાર્વજનિક સ્ટોરી. આ એક સ્ટોરી છે જે પોસ્ટ કર્યા પછી 24 કલાક માટે સક્રિય રહે છે અને તમારા મિત્રો અને અનુયાયીઓ તેમજ Snapchat સમુદાયમાંના કોઈપણ દ્વારા જોઈ શકાય છે. તમારી સાર્વજનિક વાર્તા તમને વધુ વ્યાપક દર્શકો બનાવવાની મંજૂરી આપે છે અને મિત્રો માટે તમારી મારી સ્ટોરીથી અલગ છે.
  • અદ્યતન આંતરદૃષ્ટિ. સ્ટોરી, સ્પૉટલાઇટ, લેન્સ અને પ્રેક્ષકોની આંતરદૃષ્ટિ તમને તમારા Snaps ના પ્રદર્શનને સમજવામાં અને અન્ય Snapchatters ને ગમે તેવી વધુ આકર્ષક સામગ્રી બનાવવામાં મદદ કરે છે!
  • સાર્વજનિક સ્ટોરીના જવાબો અને અવતરણ. સ્ટોરીના જવાબો અને ઉલ્લેખ દ્વારા તમે પોસ્ટ કરેલી સાર્વજનિક સ્ટોરીની આસપાસ અર્થપૂર્ણ વાર્તાલાપ કરો. તમે તમારા અનુયાયીઓ અને મિત્રો સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવા માટે સ્ટોરીના જવાબોનો ઉપયોગ કરી શકો છો અને તમારા મનપસંદ સ્ટોરીના જવાબોમાંથી નવી સાર્વજનિક સ્ટોરી બનાવવા માટે અવતરણ સાધનનો ઉપયોગ કરી શકો છો. તમારી પાસે તમારા સાર્વજનિક પ્રોફાઇલ સેટિંગ્સમાં કોઈપણ સમયે સ્ટોરીના જવાબોને બંધ કરવાની ક્ષમતા છે અને અમે સર્જકોને કસ્ટમ વર્ડ ફિલ્ટરિંગ વડે તેઓને મળતા સંદેશાઓના પ્રકારો પર નિયંત્રણ આપીએ છીએ જેથી વાર્તાલાપ આદરપૂર્ણ અને મનોરંજક રહે.
  • તમારી પ્રોફાઇલમાં સ્ટોરી અને સ્પૉટલાઇટ્સ સાચવો. તમારા સાર્વજનિક પ્રોફાઇલ પર કાયમી રૂપે દર્શાવવા માટે તમારી શ્રેષ્ઠ સાર્વજનિક સ્ટોરી, નકશા Snaps અને સ્પૉટલાઇટ્સ પસંદ કરો.
  • પ્રવૃત્તિ ફીડ. તમારા સ્પૉટલાઇટ સબમિશન વિશે અપડેટ્સ મેળવો, સાર્વજનિક સ્ટોરી અને સ્પૉટલાઇટ્સ પરના જવાબોનું સંચાલન કરો અને વધુ!
તમારું સાર્વજનિક પ્રોફાઇલ કસ્ટમાઇઝ કરો
તમારું સાર્વજનિક પ્રોફાઇલ એ સાર્વજનિક હાજરી સ્થાપિત કરવા અને Snapchat પર સામગ્રી નિર્માતા તરીકે તમારી મુસાફરી શરૂ કરવા માટેની તમારી જગ્યા છે. કનેક્શન્સ બનાવવા, અનુયાયીઓ મેળવવા, તમારી મનપસંદ સામગ્રીનું પ્રદર્શન કરવા અને તમારી જાતને વ્યક્ત કરવા માટે તમારા સાર્વજનિક પ્રોફાઇલનો ઉપયોગ કરો. તમારા સાર્વજનિક પ્રોફાઇલને ઍક્સેસ કરવા માટે, સ્ક્રીનના ઉપરના ડાબી બાજુના ખૂણામાં ફક્ત તમારા Bitmoji ને ટૅપ કરો અને "મારું સાર્વજનિક પ્રોફાઇલ" પસંદ કરો.
તમે પ્રોફાઇલ ફોટો અને કવર ફોટો ઉમેરી શકો છો, બાયો બનાવી શકો છો અને તમારી મનપસંદ સ્ટોરી અને સ્પૉટલાઇટ્સ કાયમી ધોરણે —અથવા જ્યાં સુધી તમને ગમે ત્યાં સુધી- તમારી સાર્વજનિક પ્રોફાઇલમાં સાચવી શકો છો. તમે બનાવો છો તે કોઈપણ લેન્સ પણ તમારા સાર્વજનિક પ્રોફાઇલમાં ઉમેરવામાં આવશે અને તમે મારા લેન્સ દ્વારા તમારા લેન્સનું સંચાલન કરી શકો છો.
તમારા સાર્વજનિક પ્રોફાઇલને સેટ કરવામાં મદદની જરૂર છે? વધુ માહિતી માટે જાહેર પ્રોફાઇલ FAQ ની મુલાકાત લો!
સાચવેલી સ્ટોરી બનાવો
  1. ‘સાચવેલી સ્ટોરી’ પર જાઓ. પ્રોફાઇલ મેનેજમેન્ટ વિભાગમાંથી, તમારી પ્રાફાઇલ પર દબાવો, 'સાચવેલી સ્ટોરી' પર જાઓ અને 'નવી સ્ટોરી બનાવો' પર ટૅપ કરો.
  2. Snap, ફોટાઓ અને વીડિયો પસંદ કરો. તમારી સાચવેલી સ્ટોરીમાં નવું કન્ટેન્ટ ઉમેરવા માટે '+' બટન પર ટૅપ કરો. તમે પહેલાં શેર કરેલા જાહેર Snap માંથી અથવા સીધા તમારા કૅમેરા રોલમાંથી ફોટો અને વીડિયોને પસંદ કરી શકો છો. એક વાર તમે પૂર્ણ કરી લો, એ પછી 'ઉમેરો' પર ટૅપ કરો. એક સ્ટોરીમાં 100 Snap અથવા 5 મિનિટનું કુલ કન્ટેન્ટ હોય શકે, પછી જે પહેલું પહોંચે તે.
  3. સમીક્ષા કરો અને તમારી સ્ટોરીમાં ફેરફાર કરો. આખી સ્ટોરીની ઝલક મેળવવા માટે અને તમારા દર્શકોને એ કેવી દેખાય છે, તે જોવા Snap, ફોટો અથવા વીડિયો પર ટૅપ કરો. ઉપરના જમણી બાજુના ખૂણામાં 'ફેરફાર કરો' પર ટૅપ કરીને કન્ટેન્ટમાં ફેરફાર કરો અથવા દૂર કરો.
  4. તમારું શીર્ષક અને ફોટો કવર પસંદ કરો. સ્ટોરી માટે શીર્ષક દાખલ કરો. કવર ફોટો પસંદ કરવા માટે, ફોટો પીકરને સ્ક્રોલ કરો અને સેવ કરેલી સ્ટોરીના કન્ટેન્ટમાંથી એક ફોટો પસંદ કરો. દર્શકો માટે શું રાખેલું છે તેનો ઇશારો તેઓને એક સારા મુખ્ય શીર્ષક અને કવર ફોટોથી મળશે! એક વાર તમે પૂર્ણ કરી લો પછી, તમારી જાહેર પ્રોફાઇલ પર તમારી સ્ટોરી બહાર પાડવા માટે 'પૂર્ણ કરો' પર ટૅપ કરો.