Snap નો સાઉન્ડ અને મ્યૂઝિક
તમારા Snap વધુ યાદગાર બનાવવા માટે સાઉન્ડ ઉમેરો.
સાઉન્ડ ટૂલ
સાઉન્ડ (કૅમેરા સ્ક્રીન પર 🎵 આઇકન) સ્નેપચેટ્ટરને લાયસન્સ ધરાવતા ગીતની ક્લિપ, ટી.વી. અને ફિલ્મોમાંથી ટૂંકા દૃશ્યો અને પોતાનો ઓરિજિનલ ઑડિયો તેઓના Snap અને સ્ટોરીમાંથી ઉમેરવાની સુવિધા આપે છે.
સાઉન્ડનો ઉપયોગ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરો, પ્રેરણા મેળવો અથવા તમે ક્યારેય ન સાંભળ્યા હોય એવા કલાકારોને ડિસ્કવર કરો.
આ ટૂલ Snap મ્યૂઝિક પાર્ટનર્સ પાસેથી મ્યૂઝિકના પ્લેલિસ્ટ અને ટી.વી.અને Snapના કન્ટેન્ટ પાર્ટનર પાસેથી ફિલ્મ ઑડિયોની સુવિધા આપે છે. પ્લેલિસ્ટ મ્યૂઝિના પ્રકાર, મૂડ અને પળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે અમારી કૉમ્યુનિટી અને Snapchat પર ચાલી રહેલા ગીતો સાથે સંબંધ ધરાવતા હોય છે. તપાસો અને જ્યારે તમારા Snap પર લાઇસન્સ ધરાવતું મ્યૂઝિક અને ટી.વી. અથવા ફિલ્મોનું કન્ટેન્ટ ઉપયોગમાં લેતા હો, ત્યારે Snapchat પર સાઉન્ડની માર્ગદર્શિકા ને અનુસરો.
જ્યારે કોઈ તમારા Snap અવાજ સાથે જુએ ત્યારે તેઓ ગીતનું મથાળું, કલાકારનું નામ અને આલ્બમની કલા અને તેઓની પોતાની Snap માં ગીતનો ઉપયોગ કરી શકે છે. તેઓ પાર્ટનર સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર પૂર્ણ વર્ઝન સાંભળવા માટે 'આ ગીત પ્લે કરો' પર પણ ટૅપ કરી શકે છે.
તમારા Snap પર મ્યૂઝિક ઉમેરો
સ્નેપચેટ્ટર પોતાના Snap માં (પહેલા કે પછી કેપ્ચર કરેલ) મ્યૂઝિકના જોરદાર કેટલોગમાંથી ઉભરતા અને પ્રખ્યાત બંને પ્રકારના કલાકારોના ગીતો ઉમેરી શકે છે, એ માટે અમે જુદા જુદા રેકોર્ડ લેબલ્સ અને પબ્લિશર સાથેની અમારી ભાગીદારી માટે આભારી છીએ.
તમારા Snap પર મ્યૂઝિક ઉમેરવા માટે...
  1. કૅમેરાની સ્ક્રીન ખોલો
  2. 🎵 સાઉન્ડના આઇકન પર ટૅપ કરો.
  3. ક્યૂરેટેડ પ્લેલિસ્ટમાંથી અથવા કોઈ ખાસ ગીત માટે શૉધ કરીને કોઈ મ્યૂઝિક કે ગીત ઉમેરો. ઝલક જોવા માટે પ્લે કરો બટન પર ટૅપ કરો.
  4. નક્કી કરો કે એ ગીતને તમે ક્યાંથી ચાલુ કરવા માંગો છો
  5. એને ફરીથી પ્લે કરો જેથી ખાતરી કરી શકો કે ખરેખરમાં તમને કેવું જોઈતું હતું
ઓરિજિનલ સાઉન્ડ
Snapchat પર સર્જનાત્મકતા થવાનો અર્થ થાય કે પોતાના અજોડ અવાજમાં અભિવ્યક્ત કરવું, તેથી તમે તમારો પોતાનો સાઉન્ડ પણ બનાવી શકો!
તમારું Snap ઉમેરવા માટે તમારા પોતાના ઓરિજિનલ સાઉન્ડને બનાવો...
  1. કૅમેરાની સ્ક્રીન ખોલો
  2. 🎵 સાઉન્ડના આઇકન પર ટૅપ કરો
  3. 'સાઉન્ડ બનાવો' પર ટૅપ કરો
  4. 60 સેકન્ડ માટે રેકોર્ડ કરવા માટે માઇક્રોફોન બટન પર ટૅપ કરો, પછી રેકોર્ડિંગ અટકાવવા માટે ફરીથી એના પર ટૅપ કરો
  5. તમારા ઓરિજિનલ સાઉન્ડને નામ આપો
  6. તમે સાઉન્ડને જાહેર જનતા માટે રાખવાનું પસંદ કરી શકો છો અને તમે જેટલી લંબાઈનો ઑડિયો રાખવા માંગો એટલો કાપી શકો છો.
  7. 'સાઉન્ડને સાચવો' પર ટૅપ કરો
Snap ટ્રેન્ડિંગ
સ્પૉટલાઇટ પર દિવસના સૌથી લોકપ્રિય સાઉન્ડના અલ્ગોરિધમથી ક્યૂરેટ કરેલા લિસ્ટને તપાસો!
વધુ સફળ Snap બનાવવા માટે આ ટેબનો ઉપયોગ કરો.
Snapchat પર તમારો સાઉન્ડ મેળવો
અમે મ્યૂઝિક સર્જકોને તેઓના ઓરિજિનલ ગીતોને અમારી લાઇબ્રેરી પર ઉમેરવા માટે પ્રોત્સાહ્ન આપીએ છીએ. એમ કરવાના મુખ્ય બે કારણો છે:
  • સાઇન કરેલા કલાકારો તમારા રેકોર્ડ લેબલ સાથે કામ કરી શકે છે
  • સ્વતંત્ર કલાકારો ઓરિજિનલ મ્યૂઝિકનું સર્જન કરવા માટે Voisey ઍપ અથવા Snap પાર્ટનર DistroKid ઉપયોગ તેઓનું મ્યૂઝિક ડિસ્ટ્રિબ્યૂટ કરવા માટે કરી શકે છે.
નિયમિત રીતે તમારી સ્ટોરી અને સ્પૉટલાઇટ પર ટ્રેન્ડિંગ વિષય નો ઉપયોગ કરીને Snap પોસ્ટ કરો, જેથી તમારા Snap માં ઑડિયો પ્રોમોટ થઈ શકે.