એડિટિંગ ટૂલ
જોરદાર Snap બનાવવા માટે નવી રીતો શોધો.
પોસ્ટ-કેપ્ટર ફિલ્ટર્સ
એક વાર તમે તમારો Snap કેપ્ચર કરી લો, પછી જોરદાર ફ્રેમ લેન્સ અને ફિલ્ટર્સ શૉધવા માટે જમણી બાજુ સરકાવો, જે નવા રંગો અને દેખાવ ઉમેરે છે. ભૂલશોનહિ, તમે આ ઇફેક્ટ તમારા કૅમેરા રોલમાંથી અપલોડ કરેલા ફોટો/વીડિયોમાં પણ ઉમેરી શકો છો.
બેકગ્રાઉન્ડ સાથેના કેપ્શન
જુદા જુદા બેકગ્રાઉન્ડની સાથે તમારા કેપ્શનમાં મરીમસાલો ઉમરો!
કારગર ટીપ: બેકગ્રાઉન્ડવાળા કેપ્શન ઉમેરતી વખતે સુંદર રંગછટા જુઓ.
#વિષય
સ્પૉટલાઇટમાં #વિષય નો ઉપયોગ કરો, જેથી વધુ લોકોનું ધ્યાન ખેંચી શકો અને સ્નેપચેટ્ટરને સમાન Snap શૉધવા મદદ કરી શકો.
ઓટો કેપ્શન
ખાતરી કરો કે ઓટો કેપ્શન સાથે તમારા દર્શકો એક પણ શબ્દ ચૂકે નહિ. જ્યારે ચાલુ કરેલ હોય, ત્યારે આ ટૂલ ઓટોમેટિક રીતે તમારા શબ્દોને લખી લે છે, જેથી દર્શકો તમારા Snap ને સાઉન્ડ અને સાઉન્ડ વગર જોઈ શકે. તમે Snap ની અંદરથી જ ફોન્ટની સ્ટાઇલ અને સ્થિતિને આગળ-પાછળ કરી શકો છો.
કારગર ટીપ: ઑડિયો-વૈકલ્પિક વીડિયો સામાન્ય રીતે સરેરાશ પ્લેબેક ટાઇમ કરતા વધુ લાંબા હોય છે.
સમય-આધારિત કેપ્શન
જે કંઈ છે એ બધું ટાઇમિંગમાં જ છે. લખાણ ઉમેરવા માટે સ્ક્રીન પર ટૅપ કરો, તમારા ફોન્ટ પસંદ કરો અને પછી તમારા Snap માં કેપ્શનના સમયગાળામાં વધઘટ કરવા માટે તમારી સ્ક્રીનની ટોચ પર આવેલા સ્ટોપવોચના આઇકન પર ટૅપ કરો.
ડૂડલ
તમારી Snap નો વધુ પ્રભાવ પાડવા માટેની સૌથી જોરદાર રીત ડૂડલ બનાવવી છે. ઇમોજી, લખાણનો ઉપયોગ કરો અથવા સ્ક્રીન પર તમારી આંગળીથી લીસોટા પાડો. તમારા સ્નેપસ્ટરપીસનું સર્જન કરવા માટે કલર પીકર (3 ઓવરલેપ કરતા સર્કલ) પર ટૅપ કરો.