કૅમેરા ટૂલ
તમે ફોટા અને વીડિયો કેવી રીતે લો છો તે રીતને બદલવા માટે આ ટૂલનો ઉપયોગ કરો.
નવા લેન્સ શોધવા
ઉપયોગ કરવા માટે અમારી પાસે લેન્સનો વિશાળ સંગ્રહ છે. તમે ઍપ ખોલો એટલે તરત જ આવતી કૅમેરાની સ્ક્રીનમાંથી નવા લેન્સ શૉધી શકો છો. તમારા મનગમતા લેન્સ અને શું ચાલી રહ્યું એ જોવા માટે સ્માઇલી ચહેરાના આઇકનની જમણી બાજુ પર કેપ્ચર બટન પર બસ ટૅપ કરો.
Snapchat અને કૉમ્યુનિટી ભલામણ કરેલ, ચાલી રહેલ અને વિષય આધારિત લેન્સ જોવા માટે નીચેના ખૂણામાં 'વધુ જાણો' પર ટૅપ કરો.
કેવી રીતે તમારી જાતે લેન્સ બનાવવા એ વિશે જાણવા માંગો છો? Lens Studio પર જાઓ.
હેન્ડ્સ-ફ્રી રેકોર્ડિંગ
જો મમ્મી, હાથ અડ્યા વગર! દસ સેકન્ડના, છ વીડિયો કુલ 60 સેકન્ડ માટે રેકોર્ડ કરો.
વીડિયો રેકોર્ડ કરવા માટે સ્ક્રીનની નીચેના ભાગમાં કેપ્ચર કરો બટન પર દબાવી રાખો. તાળાની નિશાની બટનની બાજુમાં દેખાશે. હેન્ડ-ફ્રી મોડ પર જવા માટે, ડાબી બાજુ સરકાવો અને તાળું મારો. પછી તમારું કામ કરો!
જોકે, આ સેલ્ફી મોડમાં પણ કામ કરે છે.
કૅમેરા ટૂલકીટ
Snap ને જોરદાર બનાવવા માટે કૅમેરાની સ્ક્રીનની જમણી બાજુ પર આવેલા ટૂલનો ઉપયોગ કરો.
ટાઇમલાઇન. એક વીડિયોમાં જુદી જુદી યાદગાર પળોને સાંકળો.
સાઉન્ડ. પ્લેલિસ્ટમાંથી પસંદ કરો અથવા લાયસન્સ ધરાવતી અમારી મ્યૂઝિક લાઇબ્રેરી ભલામણ કરેલા ગીતો પસંદ કરો અથવા તમારું પોતાનું બનાવો.
મલ્ટી Snap. તમારા રેકોર્ડિંગની લંબાઈ સેટ કરો. કૅપ્ચર બટન પર દબાવી રાખીને અને લૉકને ડાબી બાજુ પર સ્લાઇડ કરીને છુટ્ટા હાથે સંચાલન કરો.
ટાઇમર. સમય ગણવાનું શરૂ કરો જેથી તમે પૉઝ લઈ શકો.
ફોકસ કરો. ડેપ્થ-ઓફ-ફીલ્ડની ઇફેક્ટ સાથે ચહેરા પર ફોકસ કરો.
3D. તમારી સેલ્ફી પર 3D ઇફેક્ટ ઉમેરો. તમારો દૃષ્ટિકોણ બદલવા માટે તમારા ફોનને ખસેડો.
ગ્રીડ. તમારા શૉટ્સને લાઇન અપ કરો જેથી તમે ફોકસ કરી શકો, Snap લઈ શકો અને મોકલી શકો.
ટાઇમલાઇન કેપ્ચર
કૅમેરા ટૂલકીટમાં આ અમારું સૌથી લોકપ્રિય સુવિધા છે. એકથી વધુ ક્લિપ રેકોર્ડ કરો અને તેઓને કાપો અને તેઓને જોડો અને તમારા વીડિયોમાં ટાઇમ કરેલું કેપ્શન ઉમેરો. તમે સાઉન્ડ પણ ઉમેરી શકો છો.