ચેલેન્જ સ્વીકારવામાં આવી: સ્પૉટલાઇટ પર પૈસા જીતવાની સૌથી નવી રીતની જાહેરાત

Team Snap દ્વારા

બુધવાર, 06 ઓક્ટોબર 2021, 06:00 ના રોજ

અમે અમારી કૉમ્યુનિટીને તેઓની સર્જનાત્મકતા માટે ઈનામ આપવાનો પાક્કો ઈરાદો રાખીએ છીએ અને કન્ટેન્ટ સર્જનને પદ્ધતિસર રીતે વધુ આગળ વધારવા માંગીએ છીએ, એ ખાતરી કરવાની સાથે કે સ્પૉટલાઇટ કોઈ પણ માટે કેન્દ્રિય સ્થાન બની શકે.

સર્જકોને ઈનામો મેળવવાની નવી રીતની જાહેરાત: સ્પૉટલાઇટ પડકારો! 

સ્પૉટલાઇટ પડકારો સ્નેપચેટ્ટરને ખાસ લેન્સ, સાઉન્ડ અથવા #વિષય નો ઉપયોગ કરીને સૌથી વધુ પ્રદર્શન કરતા સ્પૉટલાઇટ Snap નું સર્જન કરવા માટે રોકડ ઈનામો જીતવાની તક આપે છે. ભલે એ તમારો બેસ્ટ ટ્રીક શૉટ હોય કે તમે પાડેલા રમૂજી ચાળા હોય, આ પડકારો સ્નેપચેટ્ટરને એવા Snap નું સર્જન કરવામાં માહિર બનાવે છે, જે તેમનો અજોડ અવાજ, વિચારવાની રીત, વ્યક્તિત્ત્વ અને સર્જનાત્મકતાને પ્રકાશિત કરે છે.

સ્પૉટલાઇટ પડકારો યુ.એસ.માં આવતા મહિને 16 થી વધુ ઉંમરના સ્નેપચેટ્ટર માટે આગામાી મહિનાઓમાં વધુ માર્કેટ સાથે બહાર પાડવામાં આવી રહ્યું છે.

સ્નેપચેટ્ટર દરેક સ્પૉટલાઇટ પડકાર માટે ઉપલબ્ધ ઈનામની કુલ રકમનો એક હિસ્સો જીતી શકે છે, જે અંદાજે $1 હજાર થી $25 હાજર સુધી હોઈ શકે છે, જો કે કોઈ ખાસ પડકાર માટે અમે મોટી રકમને ઉપલબ્ધ બનાવી શકીએ છીએ. સ્પૉટલાઇટ પડકારમાં એક સ્નેપચેટ્ટર ઓછામાં ઓછા $250 યુ.એસ. ડૉલર નું ઈનામ જીતી શકે છે!

ભાગ લેવા માટે, ટ્રેન્ડિગ પેજ પર જાઓ, જેનો પ્રવેશ તમને Snapchat માં સ્પૉટલાઇટ ઉપર જમણી બાજુના ખૂણામાં ટ્રેન્ડિગની નિશાની દ્વારા પ્રવેશ મેળવી શકાય છે. તમે જે પડકારમાં ભાગ લેવા માંગો છો તેને પસંદ કરવા માટે એ પડકારનું પેજ જુઓ, જેમાં પડકારનું વર્ણન અને કૉમ્યુનિટી દ્વારા જમા કરવામાં આવેલી અરજીઓ પ્રદર્શીત કરવામાં આવી છે. પડકારને લગતી વધુ વિગતો માટે "પડકાર વિગતો" પર ટૅપ કરો જેમ કે ઉપલબ્ધ ઈનામો અને પ્રસ્તુતિકરણની સમયમર્યાદા. Snapchat નો કૅમેરા ખોલવા માટે કૅમેરાના આઇકન પર ટૅપ કરો. બનાવો અને સબમિટ કરો!

દરેક પડકાર માટે, યોગ્યતા ધરાવતા, લાગતાવળગતા અને સૌથી વધુ જોવાયેલા ટોચના 50 સબમિશન નીચેના માપદંડ અનુસાર નક્કી કરવામાં આવશે: સર્જનાત્મકતા અને મૌલિકતા, Snap સર્જનાત્મક સાધનોનો નવીન ઉપયોગ, અનન્ય POV અને મનોરંજન મૂલ્ય. સામાન્ય રીતે, દરેક ચેલેન્જ 3 થી 5 વિજેતાઓને પ્રદર્શીત કરશે, જો કે અમુક સમયે અમે વધુ કે ઓછા વિજેતાઓની (16 વર્ષથી વધુ ઉંમરના અને 50 યુ. એસ./ડી.સી.ના રહેવાસી, સત્તાવાર નિયમો લાગુ) પસંદગી કરી શકીએ છીએ.

તમે શું બનાવો છો તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી!

બ્લૉગ પર પાછા ફરો