પ્રોફાઇલોમાં 3D બિટમોજી

Team Snap દ્વારા

સોમવાર, 02 ઓગસ્ટ 2021 19:00 ના રોજ

પ્રોફાઇલમાં 3D Bitmoji હોવાથી, Bitmoji Snap પ્રોફાઇલને એક નવો દેખાવ અને એક નવું પાસું આપે છે.

હવે, સ્નેપચેટ્ટરો શરીરની 1,200 થી વધુ ઢબ, ચહેરાના હાવભાવો, ઇશારા અને બેકગ્રાઉન્ડના સંયોજનોમાંથી પસંદગી કરીને, પોતાને વધુ અનોખી રીતે વ્યક્ત કરી શકે છે.

શાંતિના ચિહ્નોથી લઈને પ્રાર્થનાના હાથ સુધી, મનોહર બીચથી લઇને પ્રાણીની પ્રિન્ટવાળા ટ્રેન્ડી બેકગ્રાઉન્ડો સુધી – હવે સ્નેપચેટ્ટરો હવે પોતાના દરેક મિજાજને પોતાના 3D Bitmoji સાથે સરખાવી શકે છે.

સ્નેપચેટ્ટરો પોતાના 3D Bitmoji ને Snap પ્રોફાઇલો, મિત્રશિપ પ્રોફાઇલોમાં જોશે અને તેમની પાસે તેમના કસ્ટમાઇઝ કરેલા 3D Bitmoji ને Snapchat ના મિત્ર સાથે અવાર-નવાર શેર કરવાનો વિકલ્પ હશે.

હજી સુધી તમે તમારું Bitmoji સેટ કર્યું નથી? શરૂ કરવા માટે અમારા સપોર્ટ પેજ પર જાઓ.

બ્લૉગ પર પાછા ફરો