સ્પૉટલાઈટ પર સર્જનાત્મકતાને વળતરઃ સૌથી ઉત્તમ Snaps ને મહત્વ આપે છે.
Team Snap દ્વારા
સોમવાર, 23 નવેમ્બર 2020 13:59 ના રોજ
સ્પૉટલાઇટ Snapchat કૉમ્યુનિટી દ્વારા નિર્મિત સૌથી મનોરંજક Snapsને પ્રદર્શિત કરે છે, પછી ભલે તેને કોણે પણ બનાવ્યું હોય. અમે સ્પૉટલાઇટને એક એવા સ્થાન તરીકે બનાવ્યું છે કે જ્યાં કોઈનું પણ કન્ટેન્ટ કેન્દ્રિય સ્થાન લઈ શકે - જાહેર અકાઉન્ટની કે પછી કોઈ પ્રભાવશાળી અનુસરનારાઓની જરૂર વગર. સ્નેપચેટ્ટર માટે તેમના શ્રેષ્ઠ Snaps શેર કરવા અને Snapchat સમુદાયમાંથી પરિપ્રેક્ષ્યો જોવાનું આ એક સુંદર અને મનોરંજક સ્થળ છે.
અમારી ભલામણો
અમારા કન્ટેન્ટ અલ્ગોરિધમ તમને રુચિ હશે તેવા સૌથી આકર્ષક Snaps ને ઉપર લાવવાનું કામ કરે છે. અમે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય Snaps આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે તમારી વ્યક્તિગત પસંદગીઓને સમજવાનો પ્રયાસ કરીને આ કરીએ છીએ.
અમારું રેન્કિગ અલ્ગોરિધમ એવા ઘટકોને જુએ છે કે જે દર્શાવે છે કે લોકોને કોઈ ખાસ Snapમાં રસ છે, જેમ કે: જોવામાં તે કેટલો સમય વિતાવે છે, જો તે મનપસંદ કરેલ હોય અને જો તે મિત્રો સાથે શેર કરવામાં આવેલ હોય. તે નકારાત્મક પરિબળોને પણ ધ્યાનમાં લે છે, જેમાં દર્શક ઝડપથી Snap જોવાનું છોડી દે છે તેનો સમાવેશ થાય છે. સ્પૉટલાઇટ પર દેખાતા Snap ખાનગી, વ્યક્તિગત અકાઉન્ટ અથવા જાહેર પ્રોફાઈલ અને લાખો સબ્સ્ક્રાઇબર સાથે Snap સ્ટાર પાસેથી હોય શકે છે.
મનોરંજનના નવા પ્રકારોને વ્યવસ્થિત કરવા
સ્નેપચેટ્ટરને રસ હોય શકે તેવું નવા પ્રકારનું કન્ટેન્ટ બહાર પાડવા માટે અને ઇકો ચેમ્બર સામે ઘટાડો કરવા, અમે સ્પૉટલાઇટ અનુભવમાં પ્રત્યક્ષપણે વિવિધતા બનાવી છે. અમારા એલ્ગોરિધમ વિવિધ પરિણામો ધ્યાનમાં રાખીને વિકસિત થાય છે તેની ખાતરી કરવા અમે સખત મહેનત કરીએ છીએ.
અમે એ કેટલીક રીતે કરીએ છીએ, જેમાં વિવિધ તાલીમની માહિતીના સેટ્સનો ઉપયોગ કરીને અમારા અલ્ગોરિધમવાળા મોડેલો બનાવવાનો અને પૂર્વગ્રહ અને ભેદભાવ માટે અમારા મોડલ્સની તપાસ કરવાનો સમાવેશ થાય છે. તમે સ્પૉટલાઇટમાં નવું અને વૈવિધ્યસભર મનોરંજન જુઓ તેની ખાતરી કરવા માટે અમે "સંશોધન" પદ્ધતિઓ નો પણ ઉપયોગ કરીએ છીએ. આ અભિગમ નિર્માતાઓના વ્યાપક જૂથમાં દૃષ્ટિકોણોને વધુ નિષ્પક્ષ રીતે વિતરિત કરે છે. અને, તે આપણા અલ્ગોરિધમિક મોડેલો શીખવે છે કે વિવિધતા અને વિવિધ દ્રશ્યોનો સમાવેશ તેમના મૂળ કાર્યનો ભાગ હોવો જોઈએ.
ઉદાહરણ તરીકે, જો તમે અમને સ્પૉટલાઇટમાં બતાવો કે તમને ખરેખર કૂતરાંંઓ ગમે છે, તો અમે તમને આનંદ આપવા માટે મનોરંજક ગલૂડિયાના Snap આપવા માંગીએ છીએ! પરંતુ, અમે બીજા પ્રકારના કન્ટેન્ટ, બીજા સર્જકો અને બીજા લાગતાવળગતા રસના વિસ્તારોને પણ તમારા માટે બહાર પાડીએ તેની પણ ખાતરી કરવા માંગીએ છીએ, જેમ કે પ્રકૃતિ, પ્રવાસ કે પ્રાણીઓને લગતા વીડિયો પર ધ્યાન કેન્દ્રિત કરતા સર્જકો.
સર્જનાત્મકતાને પુરસ્કાર
સ્પૉટલાઇટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેનાથી યોગ્ય અને રમૂજી રીતે સર્જનાત્મકતાને ઈનામ આપી શકાય અને અમે દર મહિને સ્નેપચેટ્ટરને લાખોની વહેંચણી કરીએ છીએ. સ્નેપચેટ્ટર 16 કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ અને જે જગ્યાએ લાગુ પડતું હોય તે જગ્યાએ, તેઓએ કમાવવા માટે માતાપિતાની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
આવક એક માલિકી સૂત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે જે સ્નેપચેટ્ટર ને મુખ્યત્વે તે દિવસના અન્ય Snaps ની કામગીરીની તુલનામાં Snap ને આપવામાં આવેલા દિવસમાં (પેસિફિક સમયનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે) કુલ વિશિષ્ટ વીડિયો દૃશ્યોની કુલ સંખ્યાના આધારે પુરસ્કૃત કરે છે. ઘણા સ્નેપચેટ્ટર દરરોજ કમાણી કરશે, અને જેઓ તે ગ્રુપમાં ટોચના Snaps બનાવશે તેઓ તેમની સર્જનાત્મકતા માટે સૌથી વધુ કમાણી કરશે. અમે ફક્ત Snaps સાથેના અધિકૃત જોડાણ માટે જ ગણના કરીએ છીએ તેની ખાતરી કરવા માટે છેતરપિંડીનું સક્રિયપણે નિરીક્ષણ કરીએ છીએ. અમારું સૂત્ર સમય-સમય પર સમાયોજિત થઈ શકે છે.
સ્પૉટલાઇટ પર દેખાવા માટે, તમામ Snap માટે અમારા કૉમ્યુનિટી માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે, જે ખોટી માહિતી (ષડયંત્ર સિદ્ધાંતો સહિત), ભ્રામક કન્ટેન્ટ, દ્વેષપૂર્ણ ભાષણ, અશ્લીલ અથવા નીંદાજનક કન્ટેન્ટ, પજવણી, હેરાનગતિ, હિંસા અને બીજી ઘણી બાબતોના પ્રસાર પર પ્રતિબંધ લગાડે છે. અને સ્પૉટલાઇટ પર જમા કરેલા Snaps અમારાં સ્પૉટલાઇટ માર્ગદર્શિકા, સેવાની શરતો, અને સ્પૉટલાઇટની શરતોનું પાલન કરતા હોવા જોઈએ.